ગણેશ સ્પીકર ડોટકોમ નામના વેબ પોર્ટલ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જેાવા મળ્યું છે કે ૬૫ ટકા મહિલાઓ ડિવોર્સ અથવા જીવનસાથી દ્વારા દગો કરવામાં આવ્યો હોવાના મુદ્દે ખૂબ પરેશાન રહેતી હોય છે જ્યારે ૩૫ ટકા પુરુષોમાં આ તાણ જેાવા મળી હતી. આ અંદાજ પોર્ટલ દ્વારા ફોન પર ઉપલબ્ધ કરાવનાર સલાહ કોલ સેવા દ્વારા મળેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬ માં મહિલાઓ દ્વારા રિલેશનશિપ સાથે સંબંધિત મુદ્દા માટે કરવામાં આવેલ કોલ્સમાં છેલ્લા વર્ષની સરખામણીમાં ૪૫ ટકાનો વધારો નોંધાયો છે. જાહેર છે કે આજની મહિલાઓ પોતાના લગ્નને જન્મજન્માંતરનું બંધન માનીને દરેક અત્યાચાર ચુપચાપ સહન કરવા માટે તૈયાર નથી. તેમને પોતાના જીવનસાથીનો પૂરો વિશ્વાસ તથા એક પત્ની તરીકેનો પૂરો હક જેાઈતો હોય છે. પતિ અથવા સાસરિયાના અત્યાચાર સહન કરવાના બદલે તેઓ ડિવોર્સ લઈને અલગ થઈ જવાને વધારે સારું માનતી હોય છે. હકીકતમાં, હવે છોકરીઓ ભણીગણીને આત્મનિર્ભર બની રહી છે. લગ્ન પછી તેઓ પોતાના કરિયરને પૂરું મહત્ત્વ આપતી હોય છે અને પતિ પાસેથી પણ બરાબરીનો હક ઈચ્છતી હોય છે. આ સ્થિતિમાં જ્યારે બંનેના અહમ્ ટકરાય છે, ત્યારે આત્મસન્માન ગુમાવવાના બદલે તેઓ પોતાની એક અલગ દુનિયા વસાવી લેવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, આજે તો લોકોના મનમાં ઓછા સમયમાં વધારેમાં વધારે મેળવી લેવાની પ્રકૃતિ પણ જેાર પકડી રહી છે. પતિપત્ની બંને પરિવારને ઓછો સમય ફાળવી શકતા હોય છે, જેથી ઘરમાં તાણ રહે છે. પતિપત્ની વચ્ચે તાલમેલનો અભાવ અને શંકાની દીવાલ પણ સંબંધમાં અંતર વધારે છે. ડિવોર્સનો નિર્ણય લેવો સરળ છે, પરંતુ ડિવોર્સ પછીનું જીવન તેમાં પણ ખાસ એક મહિલા માટે એટલું સરળ નથી રહેતું. આ સંદર્ભમાં પોતાના પુસ્તક ‘ધ ગુડ ઈનફ’ માં ડો. બ્રેડ સાક્સનું કથન સાચું છે કે પતિપત્ની વિચારતા હોય છે કે ડિવોર્સ પછી તેમના જીવનમાં શાંતિ સ્થપાશે, પરંતુ આ વાત એ રીતે શક્ય નથી જેમ કે એક એવા લગ્ન જીવનની કલ્પના જેમાં માત્ર ખુશી જ હોય. તેથી પ્રયાસ એવા જ હોવા જેાઈએ શક્ય હોય ત્યાં સુધી ડિવોર્સને ટાળવા.

ક્યારે જરૂરી છે ડિવોર્સ જ્યારે પતિપત્ની વચ્ચે ‘ત્રીજા’ ની હાજરી હોય : પતિ હોય કે પત્ની, કોઈની પણ માટે દગાખોરીનો આઘાત સહન કરવો સરળ નથી હોતો. પતિપત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડા સમય જતા વધી જાય છે અને ત્યાર પછી વાત મારવામરવા સુધી પહોંચી જાય છે. જેાકે સમજદારી તો એ વાતમાં છે કે આ સ્થિતિમાં બંનેએ પરસ્પરની સહમતીથી અલગ થઈ જવું જેાઈએ.

કજેાડું : ઘણી વાર પરિસ્થિતિવશ કજેાડા બંધાઈ જતા હોય છે. પતિપત્નીની ટેવ, વિચાર, જીવન પ્રત્યેનો દષ્ટિકોણ, સ્ટેટસ, શિક્ષણ વગેરે અલગઅલગ હોય છે. તેમની વચ્ચે મનમેળાપ પણ નથી હોતો. આ સ્થિતિમાં જીવનભર પોતાને અથવા પરિસ્થિતિને દોષ આપવા કરતા વધારે સારું એ જ રહેશે કે ડિવોર્સ લઈને નાપસંદ સાથી સાથે એક નવા જીવનની શરૂઆત કરવી.

તાણ અને ગૂંગળામણ : ક્યારેક-ક્યારેક સંબંધમાં એટલી કડવાશ ભરાઈ જતી હોય છે કે પતિપત્ની માટે એક જ છત નીચે રહેવું મુશ્કેલ થઈ જતું હોય છે. રોજબરોજના લડાઈઝઘડાથી તેમનો શ્વાસ રૂંધાવા લાગે છે. તેની નકારાત્મક અસર પોતાના કામ અને બાળકો પર પણ થાય છે. આ સ્થિતિમાં જીવનને વિખેરાઈ જતું બચાવવા માટે ખરાબ યાદોને અલવિદા કહેવું જરૂરી બની જાય છે. સ્પષ્ટ છે કે જ્યારે લગ્નજીવન બોજારૂપ બની જાય ત્યારે આ બોજને ઉતારી નાખવો એમાં જ ભલાઈ છે. ડિવોર્સ પછી પણ મુશ્કેલીઓ તો આવશે જ, પરંતુ મનમાં વિશ્વાસ રાખો કે લાંબી અંધકારમય સુરંગ કોઈ એક જગ્યાએ તો પ્રકાશમાં ખૂલતી હોય છે. તેથી જેા તમે થોડી ધીરજ અને સમજદારીથી કામ લેશો તો મુશ્કેલી આપમેળે પરાજય સ્વીકારી લેશે. ડિવોર્સ જે કળણ છે તો પછી ગંદું તો લાગશે જ, પરંતુ પ્રયત્ન કરવામાં આવે તો આ કળણમાંથી બહાર આવવું અશક્ય નથી. લંડનની કિંગ્સટન યુનિવર્સિટી દ્વારા ૧૬ થી ૬૦ વર્ષની ઉંમરના ૧૦ હજાર લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસમાં જેાવા મળ્યું હતું કે ડિવોર્સના લગભગ ૫ વર્ષ પછી નકારાત્મક નાણાકીય અવ્યવસ્થા છતાં મહિલાઓ વધારે સંતુષ્ટ અને ખુશ જેાવા મળી હતી અને તેનું કારણ મહદ્ અંશે તેમની સ્વતંત્રતા હતું. આમ, ડિવોર્સ પછી આવનાર મુશ્કેલીઓને સમજદારી દ્વારા દૂર કરી શકાય છે.

આવો જાણો કેવી રીતે : આર્થિક મુશ્કેલીઓ ડિવોર્સ પછી મુખ્યત્વે રહેણીકરણીનું સ્તર પ્રભાવિત થતું હોય છે. આવકના સ્રોત ઓછા થઈ જાય છે, પરંતુ જવાબદારી અને ખર્ચ બેવડાઈ જાય છે. ઘર અલગ થાય છે, ત્યારે સ્વાભાવિક છે કે તેને ચલાવવાનો ખર્ચ પણ વધશે જ. સામાન્ય કંફર્ટની વસ્તુ ઉપરાંત ખાવાપીવા, હરવાફરવા, રહેવાનો પૂરો ખર્ચ એકલાએ જ વહન કરવો પડે છે. મનોરંજન હોય કે પછી નવા ડ્રેસિસ પર થતા ખર્ચ, તમારે ઓછામાં ઓછા રૂપિયામાં સારામાં સારું પ્રાપ્ત કરતા શીખવું પડશે. ભવિષ્યમાં શક્ય આર્થિક મુશ્કેલીથી બચવા માટે ડિવોર્સની પ્રક્રિયા શરૂ થતા પહેલાં ફાઈનાન્સિયલ મુદ્દા પર સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. ડિવોર્સ પછી સંપત્તિમાંથી મળનાર ભાગ અને એલીમની તમારા ભવિષ્યને સરળ અથવા મુશ્કેલ બનાવી શકે છે. જેા તમે જેાબ નથી કરતા તો ફાઈનાન્સિયલ સિક્યોરિટી વધારે મહત્ત્વની બની જાય છે. ઘણી વાર લગ્નજીવન દરમિયાન મહિલાઓ નાણાકીય બાબતને સંપૂર્ણ રીતે પતિ પર છોડી દેતી હોય છે તે યોગ્ય નથી. પતિની આવક, ટેક્સ પેમેન્ટ્સ, લોન ઈન્સ્ટોલમેન્ટ્સ, એફડીસ, ક્રેડિટ બેલેન્સ અને ડિસપોઝિશન, બેંક એકાઉન્ટ્સ, મંથલી બિલ્સ વગેરેની પૂરી માહિતી રાખો. ઉપરાંત મેરિટલ પ્રોપર્ટી, જ્વેલરી, વ્હીકલ્સ અને ઈંશ્યોરન્સ પોલિસી જેવી વસ્તુને નજરઅંદાજ કરવાની ગંભીર ભૂલ ન કરો. આ બધું એલીમની નક્કી કરતી વખતે કામમાં આવે છે. એટલું જ નહીં, શેર અને મ્યુચ્યૂઅલ ફંડમાં પણ પતિએ કરેલા રોકાણનો ટ્રેક રાખો.

ડિવોર્સ પહેલાં આ ફાઈનાન્સિયલ ડિસીઝન લેવામાં મોડું ન કરો :

  • ક્રેડિટ કાર્ડ્સ બ્લોક કરી દો.
  • જેાઈન્ટ એકાઉન્ટ બ્લોક કરી દો.
  • પોતાનું પીએફ એકાઉન્ટ, ડિમેટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ્સ વગેરેમાં નોમિની બદલી નાખો.
  • ઈંશ્યોરન્સ નોમિની પણ બદલી નાખો.
  • વસિયતમાં ફેરફાર કરાવી લો.
  • ઈસીએસ ટર્મિનેટ કરો.
  • કોઈ પણ જેાઈન્ટ લોન માટે પોતાની બેંકને જાણ કરી દો. સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે સ્ત્રીધન તમારું પોતાનું હોય છે. તેને ડિવોર્સ સમયે પતિ સાથે વહેંચવાની જરૂર નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બાળકોના ભવિષ્યને નાણાકીય રીતે મજબૂત કરવા વિશે વિચાર કરો.

બાળકો પર અસર ક્યાંક ને ક્યાંક ડિવોર્સની ઘેરી અસર બાળકોના મન પર થતી હોય છે. ડિવોર્સનો અર્થ છે બાળકોનું માબાપ વચ્ચે વહેંચાઈ જવું. બે વ્યક્તિ જેમને તે દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરતા હતા, તેમનામાં જ પરસ્પર પ્રેમ ન હોવાનો અહેસાસ બાળકોને ભયભીત, ચીડિયા અને બળવાખોર બનાવી દે છે. પછી સ્કૂલકોલેજમાં તેમનું પર્ફોર્મન્સ ખરાબ રહેવા લાગે છે. ઘણી વાર તો તેઓ સ્વયંને જ ડિવોર્સના દોષી માનવા લાગે છે. જેાકે આ વાતનો અર્થ એ નથી કે બાળકો ખાતર તમે તૂટી ગયેલા સંબંધનો ભાર વેંઢારવાનો પ્રયાસ કરતા રહો, કારણ કે ઘરના તાણ અને લડાઈઝઘડાની અસર તો એમ પણ બાળકોના મગજ પર થતી હોય છે. તેથી સારું એ રહેશે કે તમે પ્રેમપૂર્વક બાળકોને સમજાવો કે આ બધા પાછળ તેમનો કોઈ દોષ નથી. પ્રામાણિકતાથી તેમના દરેક પ્રશ્નનો જવાબ આપો. તમારા જીવનની વાસ્તવિકતા તેમને જણાવો અને તેમને હિંમત આપો કે બધું સારું થઈ જશે. અલગ પડવા છતાં પણ માબાપે બાળકોને ક્વોલિટી ટાઈમ આપવો જેાઈએ, જેા એવું થશે તો ધીરેધીરે બાળકો પણ સામાન્ય જીવન જીવવા લાગશે.

સામાજિક બહિષ્કાર ડિવોર્સ પછી ઘણી વાર મહિલાઓ સામાજિક રીતે અલગ પડી જતી હોય છે. ઘણી વાર એવા લોકો પણ તેમને નજરઅંદાજ કરવા લાગે છે જેમને તે પોતાના ખૂબ અંગત માનતી હોય છે. શક્ય છે કે ડિવોર્સ પછી કોમન ફ્રેન્ડ્સ તમારા એક્સને તો ઈન્વાઈટ કરે, પરંતુ તમને નજરઅંદાજ કરી દે. તમારી પોતાની મા જ તમારા એક્સની સાઈડ લઈને તમારા દોષ ગણવા લાગે. આ ખરાબ સમયમાં તમને દરેક જગ્યાએ કપલ્સ જ દેખાશે. તમે વીકેન્ડમાં એન્જેાય પણ નહીં કરી શકો, કારણ કે આ તો ફેમિલી ટાઈમ હોય છે, જ્યારે અહીં તો ફેમિલી જ તમારી પાસે નથી. બાળકોને મળવા તમારા માટે વારાની રાહ જેાવી ખૂબ પીડાદાયક રહે છે. સિનેમાહોલ, મોલ, માર્કેટ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળે જવાથી તમે બચવા ઈચ્છશો. તમને લાગશે જાણે લોકો તમારી સામે વિચિત્ર નજરે જુએ છે કે પછી દયાની નજરે જેાતા હોય. તમારા મિત્ર કે સંબંધી પોતાના પતિ, બાળકો અથવા મિત્રો સાથે વ્યસ્ત જેાવા મળશે. આ સ્થિતિમાં તૂટવા અથવા એકલતા અનુભવવા કરતા વધારે સારું એ રહેશે કે હકીકતનો સ્વીકાર કરી લેતા નવા મિત્રો બનાવો, પોતાના જેવી સ્થિતિ ધરાવનારને મળો. આમ કરવાથી તમને જીવન જીવવાનો એક નવો દષ્ટિકોણ મળશે, એક નવી રીત મળશે. શક્ય છે કે તમને કોઈ નવો જીવનસાથી પણ મળી જાય, જેા તમારી કદર કરે અને તમને સમજે. લાલચું નજરનો સામનો ડિવોર્સ પછી ઓફિસ અને આસપાસના કેટલાક પુરુષ આવી મહિલાઓને લોલુપ નજરથી જેાવા લાગે છે. જેા તમે સિંગલ છો અને સિંગલ રહેવા માટે તૈયાર છો, તેમ છતાં પણ પુરુષો તો તમારી આગળપાછળ ફરવા લાગશે. આવા લોકો ચાન્સ લેવાની કોઈ તક જતી નહીં કરે. આ સ્થિતિમાં જાહેર છે કે તમે પોતાને અસહજ અનુભવશો. પરંતુ ધ્યાન રાખો, તમને નહીં, પરંતુ તમારી સ્થિતિના કારણે લોકો તમને આ નજરથી જેાઈ રહ્યા છે. તેથી પરેશાન થવાને બદલે આ સ્થિતિને હેન્ડલ કરતા શીખી જાઓ. બિનધાસ્ત બનો, જમાનાની ચિંતા કરવાથી તો લોકો વધારે પાછળ પડી જતા હોય છે, તેથી જીવન તો તમારી મરજી મુજબ જ જીવો. અસર તમારી પર ડિવોર્સ દરમિયાન તમારા આત્મવિશ્વાસને ખૂબ ઠેસ પહોંચતી હોય છે. લોકોના મહેણાં સાંભળવા પડે છે કે તમે તમારા સંબંધને જાળવી ન શક્યા. જેા પરસ્પરની સંમતિથી ડિવોર્સ ન મળે તો કોર્ટમાં લાંબા સમય સુધી કેસ લંબાતો રહે છે. આ સમયગાળા દરમિયાન તમારા ચારિત્ર્ય પર પ્રશ્નચિહ્્ન લગાવનાર અને કીચડ ઉછાળનારની અછત નથી રહેતી.

ડિવોર્સ પછી તમારો પોતાના પરથી અને સંબંધ પરથી પણ વિશ્વાસ ઊઠી જાય છે. પછી તમે એ વાતને સ્વીકારી નથી શકતા કે કોઈ તમને સાચો પ્રેમ કરી શકે છે. તમે વિચારવા લાગો છો કે, ક્યાંક ફરીથી લગ્ન કરતા આવું થશે તો? આ પ્રશ્ન પણ તમારા દિલમાં ઊઠતો રહે છે. એટલું જ નહીં, એક તરફ તમે હજી પણ તમારા પૂર્વ સાથીને પ્રેમ કરતા હશો, કારણ કે વીતેલા સમયમાં તમે બંને તો એક મન અને એક દેહ હતા. જ્યારે બીજી તરફ તમને તેની પર ગસ્સો પણ આવતો હશે. પછી તમે સ્વયંને દ્વિધામાં, અપમાનિત અને નિ:સહાય અનુભવતા હશો સાથે વિતાવેલી ખૂબસૂરત પળો તમને રહીરહીને યાદ આવ્યા કરશે. આ બધી બાબતમાંથી તમારે સ્વયં બહાર આવવું પડશે. આ માટે સામાજિક બનો, નવી જેાબ જેાઈન્ટ કરી લો, સાથે જૂની વાતોને ભૂલીને જીવનને અલગ દષ્ટિથી જુઓ, નવી આવતી કાલ તમને તેના હાથમાં ચોક્કસ આવકારશે.

– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....