આજકાલ મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તે ઘર, ઓફિસ અથવા પબ્લિક પ્લેસ પર થયેલા શારીરિક શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવે. તેમને કહેવામાં આવે છે કે જ્યાં સુધી તેઓ વિરોધ વ્યક્ત નહીં કરે, ત્યાં સુધી સ્થિતિને બદલવી અશક્ય છે, પરંતુ કોઈ મહિલા જેવી આ ઘટના વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવે છે, તેને તરત ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ થઈ જાય છે, તેના પર ફરીથી એ આરોપ મૂકવામાં આવે છે કે તે પબ્લિસિટી મેળવવા માટે આ બધું કરી રહી છે. પછી ભલે ને બોસ દ્વારા શારીરિક શોષણની ફરિયાદ હોય કે પછી કોઈ પાર્ટીના ફોટા પોસ્ટ કરવા પર કોઈ વિદ્યાર્થિનીને રેપની ધમકી મળવાની. આ પ્રકારના ઉદાહરણ સમાજની મહિલાઓ પ્રત્યેની અસહિષ્ણુતા સ્પષ્ટ કરી દે છે. જેા મહિલા પ્રતિકૂળ પરિસ્થિતિ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે, તેને સાંભળવા મળતું હોય છે કે, ‘આ બધું તો થતું રહે છે’, ‘સારા ઘરની છોકરીઓ આવા કામ નથી કરતી’ અથવા ‘નક્કી તેં જ કઈ કર્યું હશે’ નહીં તો તે છોકરો આવું કંઈ ન કરી શકે.’ આવો, કેટલીક એવી જ મહિલાઓના ઉદાહરણ જેાઈએ, જેમણે પોતાનો અવાજ ઉઠાવવાનું સાહસ કર્યું, પરંતુ તેમને જ ટાર્ગેટ કરવામાં આવી.

પહેલી ઘટના : ૨૦૧૭ નો પ્રથમ દિવસ શરમજનક રહ્યો, જ્યારે બેંગલુરુમાં છોકરીઓનું માસ મોલેસ્ટેશન થયું. પોલીસ પણ કોઈ જ એક્શન ન લઈ શકી, કારણ કે હજી સુધી કોઈ રિપોર્ટ ફાઈલ કરવામાં નથી આવ્યો. આ શરમજનક પ્રકરણમાં કોઈ એક્શન લેવાના બદલે નેતાઓ અને સામાન્ય પ્રજાએ છોકરીઓ પર દોષારોપણ કર્યું. અહીં દલીલ કરવામાં આવી હતી કે છોકરીઓ નશામાં હતી અને તેમણે ટૂંકા કપડાં પહેર્યાં હતાં.

બીજી ઘટના : થોડા દિવસ પહેલાં મુંબઈની ૨ બહેન પોતાના ઘરે જઈ રહી હતી. મોટી બહેને નોટિસ કર્યું કે એક વ્યક્તિ નાની બહેનના વક્ષસ્થળને એકીટશે જેાઈ રહી છે. તેણે આ વ્યક્તિને ટોકી અને ત્યાર પછી તેના પ્રાઈવેટ પાર્ટ તરફ જેાવાનું શરૂ કર્યું. જ્યારે તેણે આ ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે સંસ્કારી કોમેન્ટ્સનું જાણે ઘોડાપૂર આવી ગયું. અહીં એ દલીલ કરવામાં આવી કે કોઈ છોકરીએ જાહેરમાં આ હરકત ન કરવી જેાઈએ.

ત્રીજી ઘટના : જ્યારે એક વિદ્યાર્થિની ગુરમેહર કૌર, જેણે યુદ્ધમાં પોતાના પિતા ગુમાવ્યા હતા, તેણે પોતાની વાત સોશિયલ મીડિયા સમક્ષ રજૂ કરી, ત્યારે તેને રેપની ધમકી મળવા લાગી. તેને ટ્રોલર્સે એ હદે નિશાન બનાવી કે તેણે પીછેહટ કરવી પડી, કારણ કે પોતાના મનની વાત, પોતાના વિચાર વ્યક્ત કરવા હવે ‘એન્ટિનેશનલ’ થઈ ગયું છે.

ચોથી ઘટના : એક છોકરી, જે વેબ એન્ટરટેનમેન્ટ પોર્ટલ માટે કામ કરતી હતી, તેણે લખ્યું હતું કે કેવી રીતે ૨ વર્ષ સુધી પોર્ટલના ફાઉન્ડર અરુણાભ કુમારે તેનું શોષણ કર્યું હતું. આવા જ આરોપ બીજા કેટલાક પરિચિત અને મહિલાઓએ પણ અરુણાભ પર મૂક્યા હતા. એક તરફ ‘અલીગઢ’ ના લેખક અપૂર્વ અસરાની અને કોમેડિયન અદિતિ મિત્તલે આ અજ્ઞાત પોસ્ટનું સમર્થન કર્યું, જ્યારે બીજી તરફ મોટાભાગના લોકોએ આ ઘટનાને છોકરીનો પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. એક અજ્ઞાત છોકરીની આ પોસ્ટ પબ્લિસિટી સ્ટંટ કેવી રીતે હોઈ શકે. જ્યારે કોઈ છોકરી પોતાનું નામ લખી નથી રહી ત્યારે કેવી રીતે કહી શકાય કે આ પબ્લિસિટી સ્ટંટ છે?

પાંચમી ઘટના : દિલ્લી યુનિવર્સિટી વિદ્યાર્થિની મેઘના સિંહ તાજેતરમાં એક કોલેજ ફેસ્ટમાંથી ઘરે પરત ફરી ત્યારે તેણે પોતાના જીન્સ પર પુરુષ વીર્યના ડાઘા જેાયા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘‘કંસર્ટ્સ લોકો દ્વારા સ્ટેજ પર પર્ફોર્મ કરવા દરમિયાન વ્યક્તિ માટે પોતાનો પ્રેેમ દર્શાવવા માટે હોય છે. તેમના સપનાં સાકાર થવા સમાન હોય છે. હું કેકેના સુંદર ગીત સાંભળીને ખુશ થતા ઘરે આવી હતી, પરંતુ પુરુષ બની ગયો આજે આ વ્યક્તિ, બિલકુલ પુરુષ. થેન્ક્સ પુરુષો, ભીડ વચ્ચે આ બધું…’’ મેઘનાએ પોતાના જીન્સનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. કેટલાક લોકોઐ તેને સમર્થન આપ્યું, તો કેટલાકને આ શરમજનક અનુભવ મજાનો લાગ્યો. એવી કોમેન્ટ્સ પણ કરવામાં આવી, જેમાં આ ડાઘનું કેમિકલ એનાલિસિસ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું કે ક્યાંક આ ડાઘ ‘શ્રીખંડ’ કે ‘ચૂના’ ના તો નથી ને. કેટલાકે કહ્યું કે છોકરી જૂઠું બોલી રહી છે. તે પબ્લિસિટી માટે આ બધું કરી રહી છે. ૨૬ વર્ષની આઈટી પ્રોફેશનલ જેા પોતાની બહેનને આ રીતે જેાઈ રહેનાર વિરુદ્ધ હિંમતથી સામે આવી હતી, તે જણાવે છે, ‘‘મારી આસપાસના લોકોના માનવા અનુસાર જાહેરમાં અવાજ ઉઠાવવો એક મહિલા માટે સારું નથી. લોકો મને નીચ, નેગેટિવ, એન્ટિમેન અને ખબર નહીં શું-શું કહી રહ્યા હતા. કેટલાક લોકોએ તો મને લેસ્બિયન પણ કહી દીધી. મારા કહેવાતા મિત્રોએ પણ મને ખોટી ઠેરવી હતી.’’ વિશાળા ગાઈડલાઈન્સ અનુસાર દરેક કંપનીમાં મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવા માટે એક યોગ્ય સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ હોવો જેાઈએ.

મહિલાઓ માટે સુરક્ષિત જાહેર જગ્યા માટે કામ કરતા સમાજસેવિકા સચિતા જૈન જણાવે છે, ‘‘એક આરોપીને પોતાના સામાજિક, આર્થિક સ્ટેટસથી ઓળખી શકાય છે જેમ કે કોઈ મોટી કંપનીનો અધિકારી લોકોની નજરમાં ખોટો નથી હોઈ શકતો. આપણે આ કેવું ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છીએ? પીડિતાને જ કેમ દોષ આપીએ છીએ આપણે? આજે તો એવા લોકોની જરૂર છે જે પીડિતાની સ્થિતિને સમજે અને તેને પૂછે કેતે તેના માટે શું કરી શકે તેમ છે?’’ આધુનિક સમાજ એક તરફ મહિલા સશક્તીકરણની મોટીમોટી વાતો કરે છે જ્યારે બીજી તરફ પોતાની સાથે થયેલા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવતા મહિલાનું અપમાન કરવાનું શરૂ થાય છે. મહિલાઓ સાથે બળાત્કાર, અત્યાચારની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. જે સમાજમાં એક મહિલાનું સ્થાન સુરક્ષિત ન હોય, જ્યાં અંધશ્રદ્ધા, ભ્રષ્ટાચાર, નિરક્ષરતાની બોલબાલા હોય, તે સમાજનું ભવિષ્ય તો સંપૂર્ણપણે અનિશ્ચિત છે.

– પૂનમ અહમદ

વધુ વાંચવા કિલક કરો....