ફેશન વિશે કહેવાય છે કે તે દર ૬ મહિનામાં બદલાય છે, પરંતુ આ વખતે ફેશનની ગ્લેમરસ દુનિયામાં ક્રાંતિ થઈ રહી છે. કેટલાય સમયથી દુનિયા પર ઝીરો સાઈઝનું એકચક્રી શાસન ચાલી રહ્યું હતું એટલે કે મોડેલ જેટલી દૂબળીપાતળી, તેટલી જ સુંદર. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ગ્લેમરસ ફેશન ઉદ્યોગ ઝીરો સાઈઝના ટ્રેન્ડને અલવિદા કહી આકર્ષક લુકને સલામ કરશે. ઝીરો સાઈઝનો જમાનો ગયો. હવે છોકરીઓ ફિગર બાબતે શરમ નહીં અનુભવે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફેશનની દુનિયાના કાંગલોમરેટ એલવીએમએચ અને કેરિંગે એક ચાર્ટર જાહેર કર્યું છે, જેના દ્વારા તે સમગ્ર દુનિયામાં તે મોડેલની ભરતી બંધ કરશે, જે ખૂબ દૂબળીપાતળી છે. તેમના ચાર્ટર મુજબ તેમની તમામ બ્રાન્ડ તે મોડેલ પર પ્રતિબંધ મૂકશે, જેની ફ્રેંચ સાઈઝ ૩૪ થી ઓછી હશે. ઉલ્લેખનીય છે કે ફ્રેંચ સાઈઝ ૩૨ અમેરિકન સાઈઝ ૦ સમાન હોય છે. ઈઝરાયલે તો ૨૦૧૩ માં જ પાતળી મોડેલો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

મોટો નિર્ણય : ફેશનની દુનિયામાં ફ્રાન્સ પૂરા વિશ્વનું નેતૃત્વ કરે છે, પરંતુ ફ્રેંચ સરકારે થોડા સમય પહેલાં એક મોટો નિર્ણય લીધો, જેથી હવે ફેશનની દુનિયામાં સુંદરતાના માપદંડ બદલાઈ ગયા છે. હકીકતમાં, ફ્રાંસમાં સાઈઝ ઝીરો મોડેલ અને મોડલિંગ પર પ્રતિબંધ મૂકી દીધો. ફેશન અને સુંદરતાને કેન્દ્રમાં રાખીને દુનિયામાં ચાલતા ઉદ્યોગ માટે આ મોટો નિર્ણય છે. જેાકે આ પહેલાં ૨૦૦૬માં ઈટાલી અને સ્પેનમાં સાઈઝ ઝીરો પર પ્રતિબંધ મૂકાયો છે. ફ્રાંસે આ નિર્ણય લીધો તો ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એ છે કે ફ્રાંસ અથવા તો પેરિસ જ ફેશનનો માપદંડ નક્કી કરી રહ્યા છે. તેથી દેશની ફેશન ઈન્ડસ્ટ્રી આ નિર્ણયથી દંગ રહી ગઈ.

સ્વાસ્થ્ય માટે સરકારી તપાસ : હકીકતમાં, પ્રતિબંધ મૂકતા ફ્રાંસની સરકારે સંસદમાં આ બાબતે એક કાયદો પણ લાગુ કર્યો કે જે મોડેલનું બોડી માસ ઈન્ડેક્સ એક નક્કી માપદંડથી ઓછું હોય, તેમના દ્વારા ઉત્પાદનનો પ્રચાર ન કરી શકાય અને તેમને ફેશન શોનો ભાગ પણ બનાવી ન શકાય. આ કાયદાનું ઉલ્લંઘન થતા ૬ મહિનાની સજા ફટકારવામાં આવશે. એટલું જ નહીં, સજાની સાથેસાથે દંડ પણ થશે. મોડેલ માટે સરકારી નિર્દેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મોડલિંગ કરિયર શરૂ કરતા પહેલાં સ્વાસ્થ્ય માટે સરકારી તપાસ કરાવવી જેાઈએ. તપાસમાં મોડેલની ઊંચાઈ અને ઊંચાઈ અનુસાર વજન અને ફેસની તપાસ કરાવવી પડશે. ત્યાર પછી એક ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના વિના કરિયરની શરૂઆત ન જ થઈ શકે. આ દેખાદેખી જાણીતા ફેશન હાઉસિઝે કરી છે.

ભારતીયોનો માપદંડ અલગ : ક્રિશ્ચિયન ડિઓર, ડિવેંચે, સેંટ લૃરંટ અને ગુક્કીમાં કોઈ સાઈઝ પર પ્રતિબંધ નથી મૂકાયો, પણ સ્વસ્થ મોડેલની ગેરન્ટી આપી છે. નક્કી કર્યું છે કે ૧૬ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને સગીરની જેમ પોઝ આપવામાં નહીં આવે. હકીકતમાં, કેટલાય સમયથી આ આરોપ રહ્યો છે કે ફેશન ઉદ્યોગ ખાણીપીણીમાં ડિસઓર્ડરને પ્રોત્સાહન આપે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય ફેશન કંપનીના નિર્ણયની સકારાત્મક અસર થઈ છે. તે તેમનું સમર્થન કરતા સ્પષ્ટતા દર્શાવે છે. કેટલાય ભારતીય ફેશન શો નિર્માતા આ વિશે જણાવે છે, ‘‘સમગ્ર દુનિયામાં ભલે ને ઝીરો સાઈઝ ફેશનેબલ મનાય, પણ આપણા દેશમાં હંમેશાં સ્થૂળ ફિગરવાળી મોડેલ રહી છે. આ તે વાતનું પ્રતીક છે કે ભારતના લોકોનો સૌંદર્યબોધ ફેશન ઉદ્યોગથી પ્રભાવિત નથી, તે ફિલ્મ ઉદ્યોગથી પ્રભાવિત થાય છે. બોલીવુડની લોકો પર જબરદસ્ત અસર થઈ છે. દાયકાથી તે આકર્ષક ફિગરવાળી અભિનેત્રીઓને જ મહત્ત્વ આપે છે. કેટલાંક વર્ષોમાં કમનીય અભિનેત્રીઓને મહત્ત્વ આપ્યું છે. તે પણ એટલે કારણ કે આ મોડેલ ફેશન ઉદ્યોગમાંથી આવી હતી.’’

મોડેલની ઓળખ અલગ : ભારતીય મોડેલ સાનિયા શેખ જણાવે છે, ‘‘આંતરરાષ્ટ્રીય પરિદશ્ય પર થયેલું આ પરિવર્તન મહત્ત્વનું છે. મારું માનવું છે કે ઝીરો સાઈઝ સૈદ્ધાંતિક રૂપે જ હોય છે. આપણા દેશમાં ઝીરો સાઈઝ ક્યારેય નથી રહી. ઉદ્યોગ આકર્ષક ફિગરવાળી મોડેલને જ પસંદ કરે છે. આપણા ઉદ્યોગમાં પણ આકર્ષક મોડેલને જ પસંદ કરવામાં આવે છે, કારણ કે આપણે ત્યાં બોડી ટાઈપ એંગુલર નહીં ફિગરવાળા છે. આપણે ત્યાં મોટાભાગે મજબૂત ખભા વાળી હોય છે, તો કેટલીક મોડેલ ભારે બંપવાળી હોય છે તો કેટલીક મોડેલ પહોળી કમરવાળી. ઉદ્યોગનું કોઈ મોડેલ પર દબાણ નથી હોતું. ભારતીય પોશાક પણ આકર્ષક ફિગર પર વધારે શોભે છે.’’

પ્લસ સાઈઝ સ્વીકારી રહ્યા છે : ડિઝાઈનર જેડી ફાલ્ગુની એન્ડ શેન જણાવે છે, ‘‘આપણા દેશમાં ૫૦ ટકાથી વધારે મહિલાઓની સાઈઝ ૧૨ કે તેનાથી વધારે છે. પરિધાન ઉદ્યોગ તેની પર ધ્યાન આપે છે. આજે રનવેથી લઈને ફેશન સ્ટોર્સ અને મેગેઝિનમાં પણ પ્લસ સાઈઝવાળી મહિલાઓ દેખાય છે, કારણ કે ઉદ્યોગ વિશ્વએ એ માની લીધું છે કે સ્થૂળતા હોવી સારી છે, કારણ કે ઉદ્યોગ વ્યાવસાયિક રીતે તેમને નજરઅંદાજ નથી કરતા.’’ ‘‘એક સમૂહ તરીકે ફેશન ઉદ્યોગ બોડી ઈમેજ બાબતે સકારાત્મક વિચારો અપનાવી રહ્યો છે અને તે શાનદાર છે, કારણ કે હવે સમય આવી ગયો છે. આપણે મહિલાઓને તેે સ્વીકાર કરવામાં મદદ કરવી જેાઈએ જેવી તે છે, ન કે મેગેઝિનમાં ફોટોશોપની મદદથી સુંદર દેખાતી દૂબળીપાતળી મોડેલ, જેમ કે અડેલ, એમી શૂમર, એશલે ગ્રાહમ, સ્ટેફનિયા ફરેશે જેવી વૈશ્વિક હસ્તી અને વિદ્યા બાલન તેમજ હુમા કુરૈશી જેવી ભારતીય સેલિબ્રિટી તેમના કર્વી ફિગર સાથે સ્વયંને સાબિત કરી રહી છે. તેમને જેાઈને સામાન્ય મહિલાઓ આત્મવિશ્વાસથી પ્લસ સાઈઝ ખુશીખુશી સ્વીકારી રહી છે.’’

સમય બદલાયો છે : ડિઝાઈનર મોનિષા જયસિંહ જણાવે છે, ‘‘ફેશન ઉદ્યોગ હવે પ્લસ સાઈઝ ગ્રાહકો પર ધ્યાન આપી રહ્યો છે, જેને લાંબા સમયથી નજરઅંદાજ કરી રહ્યા છે. પ્લસ સાઈઝ ફેશન બ્લોગર્સ પણ આ બાબતમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. સમગ્ર દુનિયાની પ્લસ સાઈઝ મોડેલ અને બ્લોગર્સ ફેશનના ભવિષ્યનો નવો ચહેરો છે.’’ મુંબઈમાં રહેતી અમેરિકી મોડેલ લીઝા ગોલ્ડન ભોજવાણી જણાવે છે, ‘‘હવે સમય બદલાઈ ગયો છે. પ્લસ સાઈઝ ફિગર ખરાબ નથી મનાતું.’’ સ્પેન, ઈટાલી અને ઈઝરાયલ પછી હવે ફ્રાંસમાં પણ ઝીરો સાઈઝ પર પ્રતિબંધ મૂકાયો છે. તેથી હવે આશા છે કે ફીમેલ મોડેલ વચ્ચે ઝીરો સાઈઝ બનાવવાનો ટ્રેન્ડ ઘટી જશે.

– સતીશ પેડણેકર

બોલીવુડમાં પણ ક્રેઝ :

  • ૭૦ થી ૮૦ દાયકાના સિનેમામાં સ્થૂળ અદાકારા માત્ર હાસ્યના પાત્ર રૂપે જેાવા મળતા હતા. ઉમા દેવી ખત્રી ‘ટુનટુન’ બોલીવુડની પ્રથમ મહિલા હાસ્ય અભિનેત્રી મનાય છે. જેમજેમ સિનેમામાં પરિવર્તન આવ્યું રંગરૂપની પરિભાષા જ બદલાઈ ગઈ. હવે ઝીરો સાઈઝની અભિનેત્રીઓનો જમાનો ગયો. ભૂમિ પેડણેકર, ઝરીન ખાન, ઈશા ગુપ્તા, સ્વરા ભાસ્કર, હુમા ખાને પ્લસ સાઈઝ ફિગરના જાદૂથી ખૂબ પ્રશંસા મેળવી છે.
  • દબંગ ગર્લ સોનાક્ષી સિંહા અને હરદિલ અઝીઝ સોનમ પણ એક્ટિંગમાં આવતા પહેલાં સ્થૂળ હતા. જ્યારે તે ફિલ્મમાં ડેબ્યૂ કરી રહ્યા હતા તે સમયે કરીના કપૂરે ઈન્ડસ્ટ્રીમાં ઝીરો ફિગરનો ફીવર ફેલાવી દીધો હતો. જેને જુઓ તે ઝીરો ફિગર બનાવવા આતુર હતા. સોનાક્ષી, સોનમે પણ ઝીરો સાઈઝ કરી, કારણ કે તેમણે ફિલ્મમાં આવવું હતું.
  • પણ જ્યારે પ્લસ સાઈઝ હુમાએ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં અદાકારીના જાદૂ બતાવ્યા ત્યારે એક વાર ફરી સાબિત થઈ ગયું કે અહીં ફિગર નહીં, એક્ટિંગનો જાદૂ ટકી શકે છે.
વધુ વાંચવા કિલક કરો....