મોબાઈલ બેંકિંગ આજે બેંકિંગ વ્યવસ્થાનો મુખ્ય ભાગ થઈ ગયો છે. બેંકિંગના ક્ષેત્રમાં તે મહત્ત્વનું છે. ગ્રાહકોને ક્યાંય પણ, ક્યારેય પણ બેંકિંગ અને વ્યવસાય માટે એક સલામત અને સુવિધાજનક માધ્યમ મળી ગયું છે. મોબાઈલ બેંકિંગ પૈસાની ચુકવણી કરવાનું એક સરળ માધ્યમ છે, કારણ કે ડેબિટ કાર્ડ નંબર કે પિન જેવી માહિતીના લીધે તે ગ્રાહકોને જેાખમમાં નથી મૂકતું. મોબાઈલ બેંકિંગથી કેટલીય બેંક સેવાઓ સલામત રીતે મળી જાય છે. ફંડ ટ્રાન્સફરથી લઈને કેટલીય લેણદેણ તેના માધ્યમથી સુલભ રીતે થવા લાગી છે. ખાતામાં બાકી રકમ, મિની સ્ટેટમેન્ટથી લઈને પાસવર્ડ અને એકાઉન્ટ સંબંધિત તમામ માહિતી મોબાઈલથી જ મળી જાય છે. બેંકિંગની સેવાઓની સાથે મોબાઈલ રિચાર્જ, વિમાનની ટિકિટ બુક કરાવવી, બિલની ચુકવણી કરવી, ચેકબુકનો અનુરોધ કરવો, ચેક ચુકવણી રોકવા જેવી તમામ સુવિધાઓ પણ તેના દ્વારા મેળવી શકાય છે.

મોબાઈલ બેંકિંગમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. મોબાઈલ બેંકિંગ તે ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ સક્ષમ બનતી જઈ રહી છે જેની પાસે નિમ્ન સ્તરના કે જાવા રહિત હેન્ડસેટ છે. કેટલીય સેવાઓ એસએમએસ આધારિત મોબાઈલ બેંકિંગ સેવા દ્વારા પણ પ્રદાન કરવામાં આવે છે. દુનિયાભરમાં લોકપ્રિય ૨૦૦૧માં ફિલીપાઈન્સમાં સીમિત સ્તરે શરૂ થયેલ મોબાઈલ બેંકિંગે દાયકાના અંત સુધી લગભગ પૂરી દુનિયામાં બેંકના વિકલ્પ રૂપે પોતાની જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાનમાં નાણાકીય સેવાઓ આપનારી અગ્રણી કંપની મોનેટે પોતાની મોબાઈલ બેંકિંગના જેારે ત્યાંની મહત્ત્વની બેંકો અને નાણાકીય સંસ્થાઓને પછાડી દીધી છે.

ગ્લોબલ સ્તરે નોર્વેની કંપની ટેલિનોરની ગણતરી દુનિયાના અગ્રણી મોબાઈલ બેંકિંગ સેવા રૂપે કરવામાં આવે છે. સ્ટોકહોમની બર્ગ ઈનસાઈટ ઈન્ડસ્ટ્રી રિસર્ચ કંપનીના મતાનુસાર, ૨૦૦૯માં ગ્લોબલ સ્તર પર પગ પ્રસારતી મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા વર્ષ ૨૦૨૦માં ૪૦ ગણા સુધી વધી જશે. તે સમયે દુનિયામાં મોબાઈલ બેંકિંગના ૧૮૯.૪ કરોડ ગ્રાહક હશે, જેમાંથી ૭૮ ટકા ગ્રાહકો એશિયા, આફ્રિકા?અને લેટિન અમેરિકાના વિકસતા બજારવાળા દેશોના હશે. આફ્રિકન દેશોમાં ઈન્ટરનેટ અને બેંકોની વ્યાપક પહોંચ ન હોવાના લીધે ત્યાં મોબાઈલ બેંકિંગની સેવા ખૂબ લોકપ્રિય છે અને ઝડપથી વધી રહી છે. મોબાઈલ બેંકિંગના વર્તમાન ફેલાવાથી જેાડાયેલ એક રસપ્રદ હકીકત એ છે કે વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં મોબાઈલ ફોન ઓપરેટર નાણાકીય સેવાઓ આપવાનું મુખ્ય માધ્યમ બની રહ્યો છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તાજેતરનાં વર્ષોમાં આફ્રિકન દેશોમાં આવેલ મોબાઈલ ટ્રાન્સફરની ક્રાંતિ છે, જેના પગલે દુનિયાના કેટલાય દિગ્ગજ મોબાઈલ ઓપરેટર અને વેલ્યૂ એડેડ સર્વિસ આપનાર આફ્રિકા તરફ વળી રહ્યા છે. મોબાઈલ મની સર્વિસનો ઉપયોગ કરવાની બાબતમાં કેન્યા દુનિયાનો સૌથી અગ્રણી દેશ છે. કમ્યુનિકેશન્સ કમિશન ઓફ કેન્યાના જુલાઈ, ૨૦૧૨ સુધીના આંકડા પ્રમાણે, કેન્યાના લગભગ ૨.૯ કરોડ મોબાઈલધારકોમાંથી ૬૫ ટકા એટલે કે લગભગ ૧.૯ કરોડ યૂઝર મોબાઈલ મની સેવાઓનો ઉપયોગ કરે છે.

કેન્યામાં મોબાઈલ મની સેવાઓ દ્વારા ઉપયોગી બિલોની ચુકવણી, સ્કૂલ ફી ભરવા, સ્ટોર પર ખરીદી કરવા, એમટિકટિંગ, ફોન ટોપઅપ્સ, એટીએમમાંથી રોકડ કાઢવા વગેરે કાર્ય પણ કરવામાં આવે છે. સફારીકોમ કેન્યામાં મોબાઈલ મની ‘એમ પૈસા સર્વિસ’ શરૂ કરવનારી પ્રથમ કંપની છે. લગભગ ૫ વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ અને અત્યારે એમપૈસાના લગભગ ૧.૫ કરોડ ગ્રાહક છે. ખિસ્સામાં બચત બેંક બેંક પોતાના ગ્રાહકોને મોબાઈલ બેંકિંગ સેવા માટે કેટલાય વિકલ્પ આપી રહી છે. તમે તમારા બેંક ખાતાને મોબાઈલ નંબર સાથે જેાડી શકો છો. તેની હેઠળ, બેંક તમને ૭ અંકવાળા એમએમઆઈડી (મોબાઈલ મની આઈડેંટિફાયર) નંબર અને મોબાઈલ પિન (એમપિન) આપશે. એમપિન પાસવર્ડની જેમ ઉપયોગમાં લેવાશે. તેના દ્વારા તમે તમારી આવકને બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો, જેમ કે અત્યારે બીજા ખાતામાં રકમની ટ્રાન્સફર નેટબેંકિંગ કે બેંક શાખા જાઈને કરે છે. તે સિવાય, બેંક પોતાની મોબાઈલ એપ્લિકેશન સોફ્ટવેર પણ આપે છે, જેને તમે બેંકને એસએમએસ કે બેંકમાં જઈને તમારા સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકો છો. હવે બેંકોએ અલગ-અલગ નામથી પોતાની મોબાઈલ બેંકિંગ સેવા પણ શરૂ કરી દીધી છે. ભારતીય સ્ટેટ બેંકની એપ્લિકેશન એસબીઆઈ ફ્રીડમ, આઈડીબીઆઈ બેંકની ગો મોબાઈલ અને આઈસીઆઈસીઆઈ બેંકની આઈમોબાઈલ નામથી છે. આ જ રીતે બીજી તમામ બેંકની મોબાઈલ સર્વિસના અલગઅલગ નામ છે. આ ગ્રાહક જે નેટબેંકિંગનો ઉપયોગ લેપટોપ કે ડેસ્કટોપ વગેરે દ્વારા કરીએ છીએ. બેંક તેમને મોબાઈલ બેંકિંગ માટે જાતે નોંધણી કરી લે છે. એટલે કે, ગ્રાહક પોતાના સ્માર્ટફોન પર ઈન્ટરનેટ દ્વારા બેંકિંગ સેવાઓ મેળવી શકે છે.

મોબાઈલ બેંકિંગને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે બેંક વર્તમાન ગ્રાહકોને ગણતરીના એટીએમ દ્વારા પણ નોંધણીની સુવિધા આપી રહી છે. તે સિવાય ગ્રાહક બેંકની શાખામાં જઈને પોતાના ઓળખપત્ર સાથે મોબાઈલ બેંકિંગ માટે નોંધણી પણ કરાવી શકે છે. મોબાઈલ બેંકિંગનું માળખું પણ વિસ્તર્યું છે. બેંક ગયા વિના અને કોઈપણ લખાણ વિના ઘરે બેઠા મોબાઈલ દ્વારા બેંકિંગની સુવિધાએ તેને ખૂબ ઝડપથી લોકપ્રિય બનાવ્યું છે.

– શૈલેન્દ્ર

વધુ વાંચવા કિલક કરો....