તમે ઘણી વાર ડોક્ટરને એ કહેતા સાંભળ્યું હશે કે તમારી ઈમ્યૂનિટી કમજેાર છે. તેથી તમે જલદીજલદી ખાંસી, શરદી અને અન્ય રોગની લપેટમાં આવી જાઓ છો. આ વાત સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા ને કે ઈમ્યૂનિટી સાથે બીમારીને શું સંબંધ છે? તો અમે તમને જણાવી દઈએ કે તમારી ઈમ્યૂનિટી શરીરને અનેક પ્રકારની બીમારી સામે રક્ષણ આપે છે. આપણી જેટલી ઈમ્યૂન સિસ્ટમ એટલે કે પ્રતિરોધક પ્રણાલી મજબૂત હશે એટલી જ બીમારી થવાની શક્યતા ઓછી રહેશે. મોસમ કોઈ પણ હોય તમારી શરીરની ઈમ્યૂન સિસ્ટમને જાળવવી ખૂબ જરૂરી છે. તમે જે કંઈ ખાઓ છો તે તમારી ઈમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે. નીચેના ખાદ્યપદાર્થ તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે :

બદામ :
રોજિંદા ૮-૧૦ પલાળેલી બદામ ખાવાથી ન માત્ર શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે, પરંતુ તેનાથી મગજને તાણ સામે લડવાની શક્તિ મળે છે. વિટામિન ઈ શરીરમાં પ્રાકૃતિક રીતે મળતા નેચરલ કિલર સેલ્સને વધારવામાં મદદ કરે છે, જેા વિષાણુઓ અને કેન્સરયુક્ત કોશિકાઓને નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. બદામમાંથી મળતું વિટામિન ઈ સ્કિનને સ્વસ્થ રાખવાની સાથેસાથે કરચલીઓ પડવાની પ્રક્રિયાને પણ ઘટાડે છે. તે શરીરને હૃદય અને માંસપેશીઓથી સંબંધિત બીમારીથી પણ રક્ષણ કરે છે.

લસણ :
તે વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટ બનાવીને આપણી ઈમ્યૂન સિસ્ટમને બીમારી સામે લડવાની શક્તિ આપે છે. તેમાં એલિસિન નામના એવા તત્ત્વો રહેલા છે, જેા શરીરને ઈંફેક્શન અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે. રોજિંદા ભોજનમાં લસણનો ઉપયોગ કરવાથી પેટના અલ્સર અને કેન્સરથી બચાવે છે. રોજ સવારે લસણની ૨ કળીનું સેવન હાર્ડ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે અને તે લાંબા સમય સુધી શરીરની ઈમ્યૂન સિસ્ટમ પણ મજબૂત બનાવી રાખે છે.

ખાટા ફળો :
સંતરા, લીંબુ, અનાનસ અને નારંગી જેવા ખાટા ફળોમાં વિટામિન સી પૂરતા પ્રમાણમાં હોય છે, જે દરેક પ્રકારના સંક્રમણ સામે લડતી શ્વેત રક્ત કોશિકાઓ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ફળોનું સેવન શરીરમાં એન્ટિબોડીજ કોશિકાઓની સપાટી પર એક આવરણ બનાવી દે છે, જે શરીરની અંદર વાયરસને પ્રવેશવા નથી દેતું. તેમાં રહેલા વિટામિન સી શરીરમાં એલડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે, જેથી શરીરને કાર્ડિયો વેસ્ક્યુલર બીમારી સામે રક્ષણ મળી રહે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેથી રોજિંદા ભોજનમાં કોઈ ને કોઈ ખાટા ફળ અચૂક લો.

પાલક :
પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર આ પાંદડાવાળા શાકને સુપર ફૂડના નામે ઓળખાય છે. તેમાં ફોલેટ નામના એવા તત્ત્વ હોય છે, જે શરીરમાં નવી કોશિકાઓ બનાવવાની સાથેસાથે તે કોશિકાઓમાં રહેલા ડીએનએની મરામત કરવાનું કામ કરે છે. તેમાં રહેલા ફાઈબર આયર્ન, એન્ટિઓક્સિડેન્ટ તત્ત્વ અને વિટામિન સી શરીરને સ્વસ્થ જાળવી રાખે છે. બાફેલી પાલકનું સેવન કરવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે.

મશરૂમ :
તે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તે શ્વેત રક્ત કોશિકાઓને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. તેમાં સેલેનિયમ નામના મિનરલ, એન્ટિઓક્સિડેન્ટ તત્ત્વ વિટામિન બી, નાઈસિન નામના તત્ત્વ રહેલા છે. તેથી મશરૂમમાં એન્ટિવાઈરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિટ્યૂમર તત્ત્વ રહેલા છે. શિટાકે, મિટાકે અને રેશી નામની મશરૂમની પ્રજાતિમાં શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરતા તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળે છે.

બ્રોકલી :
તેમાં વિટામિન ઈ અને સી સિવાય ગ્લૂટાથિયોન નામના એન્ટિઓક્સિડેન્ટ તત્ત્વ પણ રહેલા છે. ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવતા આ એવા શાકભાજી છે, જેનો તમે રોજિંદા જીવનના ભોજનમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. થોડા પનીર સાથે સ્ટીમ્ડ બ્રોકલી મિક્સ કરીને સ્વાદિષ્ટ સેલડ તૈયાર કરી શકાય છે, તેનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ મળી જાય છે.

લાલ કેપ્સિકમ :
તે ભોજનમાં સ્વાદ તો વધારે જ છે, સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભપ્રદ હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી હોય છે, જે એક શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ હોય છે. તે ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે. લાલ કેપ્સિકમમાં વિટામિન બી(૬) પૂરતા પ્રમાણમાં હોય છે.

– પ્રતિનિધિ

વધુ વાંચવા કિલક કરો....