થાઈરોઈડની સમસ્યા પૂરા વિશ્વમાં સામાન્ય થઈ ગઈ છે. દુનિયામાં લગભગ ૨૦૦ મિલિયન લોકો તેનાથી પ્રભાવિત છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈંફર્મેશનના જણાવ્યાનુસાર ભારતમાં લગભગ ૪૨ મિલિયન લોકોને થાઈરોઈડ છે. તેમાં ૬૦ ટકા તો માત્ર મહિલાઓ છે. ભારતમાં પ્રત્યેક ૮ યુવાન મહિલાઓમાંથી એક થાઈરોઈડ ગ્રસ્ત છે. જેાકે પુરુષોની સરખામણીમાં મહિલાઓ થાઈરોઈડની વધારે શિકાર બને છે. શું છે થાઈરોઈડની સમસ્યા થાઈરોઈડ ગ્લેન્ડ ગળાના આગળના ભાગમાં પતંગિયા આકારની ગ્રંથિ છે, જે હોર્મોન્સ બનાવે છે અને આ હોર્મોન શરીરના વિભિન્ન અંગના મહત્ત્વના કામમાં ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. તે શરીરના મેટાબોલિક રેટની સાથેસાથે કાર્ડિએક અને પાચન સંબંધિત કાર્યને સુચારુ રાખે છે.

મસ્તિષ્કના વિકાસ, માંસપેશીઓ પર નિયંત્રણ અને હાડકાની મજબૂતાઈ અને સ્વાસ્થ્ય પર પણ આ હોર્મોન્સનો પ્રભાવ રહે છે. થાઈરોઈડ ગ્રંથિમાં ગડબડ ગ્લેન્ડના કામને પ્રભાવિત કરે છે. આમ થવાથી મેટાબોલિઝમ માટે જરૂરી હોર્મોન બનાવવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. મહિલાઓ કેમ વધારે પ્રભાવિત થાઈરોઈડની મોટાભાગની સમસ્યા આપમેળે સારી થતી પ્રક્રિયા છે એટલે કે એક સારી સ્થિતિ છે, જેમાં દર્દીની પ્રતિરક્ષા પ્રણાલી હુમલો કરે છે અને થાઈરોઈડ ગ્રંથિને નષ્ટ કરી દે છે. વિભિન્ન અભ્યાસ અનુસાર ઓટો ઈમ્યૂન ડિસીસ જેવા કે સીલિએક ડિસીસ, ડાયાબિટીસ મેલિટસ ટાઈપ, ઈન્ફ્લેમેટરી બોવેલ ડિસીસ, મલ્ટિપલ સ્કલેરોસિસ અને રહ્યૂમેટાઈડ આર્થ્રાઈટિસ મહિલાઓમાં સામાન્ય છે.

થાઈરોઈડની સમસ્યાના પ્રકાર : હાઈપોથાઈરોડિઝમ, હાઈપરથાઈરોડિઝમ, થાઈરોઈડિટિસ, થાયોઈડકેન્સર જેવી કેટલીક સામાન્ય સમસ્યા છે, જે પુરુષ અને મહિલા બંનેને પ્રભાવિત કરે છે. તેમાંથી હાઈપોથાઈરોડિઝમ, હાઈપરથાઈરોડિઝમ પુરુષની સરખામણીમાં મહિલાઓમાં ૧૦ ગણો વધારે જેાવા મળે છે. હાઈપોથાઈરોડિઝમ એક પ્રકારની થાઈરોઈડ સમસ્યા છે જે થાઈરોઈડ ગ્રંથિની સક્રિયતા ઓછી થતા થાય છે અને સામાન્યની સરખામણીમાં હોર્મોન ઓછા બને છે. તેનાથી શરીરમાં હોર્મોન અને મેટાબોલિઝમનું સંતુલન ખોરવાય છે. મહિલાઓમાં હાઈપોથાઈરોડિઝમના સૌથી સામાન્ય કારણમાંનું એક છે ઓટોઈમ્યૂન ડિસીસ જેને હેસિમોટોસ ડિસીસ કહેવામાં આવે છે. તેમાં એન્ટિબોડીસ ધીરેધીરે થાઈરોઈડને લક્ષ્યાંક બનાવે છે અને થાઈરોઈડ હોર્મોન બનાવવાની તેની ક્ષમતાને નષ્ટ કરેે છે.

માનવામાં આવે છે કે ૧૧ મહિલાઓમાંથી૧ પોતાના જીવનમાં હાઈપોથાઈરોઈડથી ગ્રસ્ત હોય છે. હાઈપરથાઈરોડિઝમ એક પ્રકારની થાઈરોઈડ સમસ્યા છે જે ત્યારે થાય છે જ્યારે થાઈરોઈડ ગ્રંથિની સક્રિયતા વધી જાય છે અને સામાન્યની સરખામણીમાં વધારે હોર્મોન બનવા લાગે છે. આ હોર્મોન શરીરના મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાઈપરથાઈરોડિઝમમાં થાઈરોઈડ ગ્રંથિ મોટી થઈ જાય છે અને તેના લીધે શરીરનું મેટાબોલિઝમ વધે છે અને ત્યાર પછી અચાનક વજન ઘટી જાય છે, હૃદયના ધબકારા વધી જાય છે અથવા અનિયમિત થઈ જાય છે અને ચિંતા થવા લાગે છે. પ્રારંભિક લક્ષણ થાઈરોઈડની સમસ્યા શરૂઆતમાં પકડમાં નથી આવતી, કારણ કે તેના લક્ષણ અસ્પષ્ટ હોય છે. તેને વંધ્યત્વ, લિપિડ ડિસઓર્ડર, એનીમિયા અથવા ડિપ્રેશન સમજીને ભ્રમિત થવાની શંકા રહે છે. તેના લક્ષણ મોડા સામે આવે છે. ત્યાં સુધીમાં તો થયેલા નુકસાનની ભરપાઈ થવાની સ્થિતિ ઊભી થાય છે.

હાઈપોથાઈરોડિઝમના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે : થાક, શુષ્ક સ્કિન, માંસપેશીઓ જકડાઈ જવી, કબજિયાત, ઠંડી સહન ન થવી, પાંપણ પર સોજેા આવવો, વજન અતિશય વધી જવું, માસિક અનિયમિત થવું વગેરે. હાઈપરથાઈરોડિઝમના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે : ગભરામણ, ઊંઘવામાં પરેશાની, વજન ઘટવું, હથેળીમાં ભીનાશ રહેવી, હૃદયના ધબકારા અનિયમિત થવા, આંખ ભારે થવી, પાંપણ ખોલબંધ કર્યા વિના એક નજરે જેાવું, દષ્ટિમાં બદલાવ, ખૂબ ભૂખ લાગવી, પેટની ગરબડી, ગરમી સહન ન થવી વગેરે ગણી શકાય.

થાઈરોઈડની સમસ્યા માટે જવાબદાર પરિબળ : થાઈરોઈડની બીમારીનો પારિવારિક ઈતિહાસ અને ઓટોઈમ્યૂન સ્થિતિ સાથે રહેવું, ગરદનમાં રેડિયેશનનો ઈતિહાસ, થાઈરોઈડની સર્જરી અને થાઈરોઈડના વધવાને ગણી શકાય. કાળજી થાઈરોઈડની સમસ્યા લાઈફસ્ટાઈલ સાથે જેાડાયેલી સમસ્યા નથી અને પૂરતા પ્રમાણમાં આયોડિન લેવા સિવાય બીજા કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. થાઈરોઈડની સમસ્યાની જે સમયસર જાણ થાય અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તેને વધતા અટકાવી શકાય છે.

ખાસ મહિલાઓએ વર્ષમાં ૧ વાર થાઈરોઈડ ગ્રંથિની તપાસ કરાવવી જેાઈએ, જેથી બીમારીની સમયસર જાણ થાય અને તેનો યોગ્ય ઈલાજ કરી શકાય.

– ડો. સુનીલ કુમાર મિશ્રા

વધુ વાંચવા કિલક કરો....