પતિપત્ની અને વોના બદલે પતિપત્ની અને જીવનની ખુશી માટે સંબંધને પ્રેમ, વિશ્વાસ અને સમજદારીના તાંતણાથી મજબૂત બનાવવો પડે છે. નાનીનાની વાતો ઈગ્નોર કરવી પડે છે. મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો બનવું પડે છે. તે માટે દરેક દંપતીએ ધ્યાનમાં રાખવા યોગ્ય વાતો :

મેસેજ પર નહીં વાતચીત પર નિર્ભર રહો : બ્રીઘમ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ જે દંપતી જીવનની નાનીમોટી ક્ષણોમાં મેસેજ મોકલીને જવાબદારી નિભાવે છે. જેમ કે ચર્ચા કરવી હોય તો મેસેજ, માફી માંગવી હોય તો મેસેજ, કોઈ નિર્ણય લેવો હોય તો મેસેજ આ ટેવ સંબંધમાં ખુશી અને પ્રેમને ઘટાડે છે. જ્યારે કોઈ મોટી વાત હોય ત્યારે જીવનસાથીને કહેવા માટે વાસ્તવિક ફેસના બદલે ઈમોજીનો સહારો ન લો. એવા મિત્રોનો સાથ જેમનું દાંપત્ય જીવન ખુશહાલ છે :

બ્રાઉન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ જેા તમારા નજીકના સંબંધી અથવા મિત્રોએ ડિવોર્સ લીધા છે તો તમારા દ્વારા પણ આ પગલું ભરાય એવી શક્યતા ૭૫ ટકા વધી જાય છે. તેનાથી વિપરીત જેા તમારા પ્રિયજનો સફળ દાંપત્યજીવન વિતાવી રહ્યા છે તો આ વાત તમારા સંબંધમાં પણ મજબૂતીનું કારણ બને છે.

પતિપત્ની નહીં બેસ્ટ ફ્રેન્ડ્સ બનો : ‘ધ નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક’ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જેાવા મળ્યું છે કે જે દંપતી એકબીજને બેસ્ટ ફ્રેન્ડ માને છે તે બીજાની સરખામણીમાં પોતાનું દાંપત્યજીવન વધારે સંતુષ્ટિથી જીવે છે.

નાનીનાની વાત પણ મહત્ત્વની : મજબૂત સંબંધ માટે સમયાંતરે તમારા જીવનસાથીને સ્પેશિયલ અનુભવ કરાવો. તમે તેમની કેર લો છો અને તેમને પ્રેમ કરો છો એ ભાવ વ્યક્ત કરો. તેનાથી ડિવોર્સની સ્થિતિ નહીં આવે. તમે વધારે નહીં, પણ એટલું તો કરી શકો છો કે લવ લેટર લખીને જીવનસાથીના પર્સમાં મૂકી દો અથવા પૂરો દિવસ કામ કર્યા પછી તેમના ખભાને પ્રેમથી પંપાળો. તેમના બર્થ-ડે અથવા એનિવર્સરીને ખાસ બનાવો. ક્યારેક-ક્યારેક તેમને સરપ્રાઈઝ આપો. આ નાનીનાની પ્રક્રિયા તમને તેમની નજીક લાવે છે. જેાકે પુરુષને પત્ની તરફથી આ સપોર્ટ નથી મળતો તે સ્થિતિમાં તેમના ડિવોર્સ થવાની શક્યતા વધી જાય છે, જ્યારે મહિલાઓની બાબતમાં આ સ્થિતિ નથી જેાવા મળતી. તેનું કારણ એ છે કે મહિલાઓનો સ્વભાવ અલગ હોય છે. તે તેમના મિત્રોની ખૂબ નજીક હોય છે. સતત વાત કરે છે. નાનીનાની વાતે તેમને હગ કરે છે. અજાણ લોકો પણ મહિલાઓને કોમ્પ્લિમેન્ટ આપતા રહે છે, જ્યારે પુરુષ સ્વયંમાં સીમિત રહે છે. તેમને ફીમેલ પાર્ટનર અથવા પત્નીના સપોર્ટની ખાસ જરૂર પડે છે.

પરસ્પર વિવાદને યોગ્ય રીતે હેન્ડલ કરો : પતિપત્ની વચ્ચે ઝઘડો થવો સ્વાભાવિક છે અને તેનાથી બચી ન શકાય, પણ સંબંધની મજબૂતી એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને કેવી રીતે હેન્ડલ કરો છો. જીવનસાથી પ્રત્યે હંમેશાં સૌમ્ય અને શિષ્ટ વ્યવહાર કરનારના સંબંધ જલદી તૂટતા નથી. ઝઘડા અથવા વિવાદ દરમિયાન બૂમો પાડવી, અપશબ્દો બોલવા અથવા મારપીટ સંબંધમાં ઝેર ભેળવવા સમાન છે. તે વાત ક્યારેય ભુલાતી નથી અને દાંપત્યજીવન પર તેની નકારાત્મક અસર થાય છે. એક સર્વેમાં આ વાતનો ખુલાસો કરવામાં?આવ્યો છે કે કેવી રીતે ફાઈટિંગ સ્ટાઈલ તમારા મેરેજને પ્રભાવિત કરે છે. લગ્નના ૧૦ વર્ષ પછી એ કપલ્સ જેમણે છૂટાછેડા લીધા હોય અને એવા કપલ્સ જે તેમના જીવનસાથી સાથે ખુશહાલ જીવન વિતાવી રહ્યા હતા, તેમની વચ્ચે જેા સૌથી મહત્ત્વનો તફાવત જેાવા મળ્યો તે હતો લગ્નના ૧ વર્ષમાં જ તેમના પરસ્પર ઝઘડાને હેન્ડલ કરવાની રીત. તે કપલ્સ જેમણે લગ્નના શરૂઆતના વર્ષમાં જ જીવનસાથી સાથે સમયાંતરે ગુસ્સા અને નકારાત્મક અંદાજમાં વ્યવહાર કર્યો. તેમના છૂટાછેડા ૧૦ વર્ષમાં જ થઈ ગયા. ‘અર્લી યર ઓફ મેરેજ પ્રોજેક્ટ’ માં પણ અમેરિકન સંશોધનકર્તા ઓરબુચે જણાવ્યું કે સારી જિંદાદિલ વર્તણૂક અને મધુર વ્યવહાર રહે તો કોઈપણ સમસ્યા વચ્ચે પણ કપલ્સ ખુશ રહી શકે છે. તેનાથી વિપરીત મારપીટ અને ઉદાસીન વ્યવહાર સંબંધને કમજેાર બનાવે છે.

વાતચીતનો વિષય વિસ્તૃત હોય : પતિપત્ની વચ્ચે વાતચીતનો વિષય ઘરેલુ બાબત સિવાય પણ હોવો જેાઈએ. ઘણી વાર કપલ્સ કહે છે કે અમે તો એકબીજા સાથે વાતો કરીએ જ છીએ વાતચીતની કોઈ કમી નથી, પણ જરા ધ્યાન આપો કે તમે શું વાતો કરો છો? હંમેશાં ઘર અને બાળકના કામની વાત કરવી પૂરતી નથી. ખુશહાલ દંપતી તે હોય છે જે પરસ્પર પોતાના સપનાં, આશા, ડર, ખુશી અને સફળતા બધું શેર કરે છે. એકબીજાને જાણવા-સમજવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ ઉંમરે અને કોઈપણ સમયે રોમેન્ટિક થતા આવડે છે. સારા સમયને સેલિબ્રેટ કરો : ‘જનરલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી’ માં પ્રકાશિત એક રિસર્ચ મુજબ સારા સમયમાં પાર્ટનરનો સાથ આપવો જરૂરી છે, પણ તેનાથી વધારે જરૂરી છે કે દુખ, પરેશાની અને મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથી સાથે ઊભા રહેવું. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટપતિ બિલ ક્લિંટન પર મોનિકા લેવિંસ્કીએ જ્યારે યૌનશોષણનો આરોપ મૂક્યો ત્યારે તે સમયે પણ હિલેરી ક્લિંટને તેમના પતિનો સાથ છોડ્યો નહોતો. તે ગાળામાં એકબીજાનો સાથ બંનેના સંબંધને વધારે મજબૂત બનાવવામાં કારણભૂત રહ્યો.

રિસ્ક લેતા ન ડરો : પતિપત્ની વચ્ચે જે નોવેલ્ટી, વેરાઈટી અને સરપ્રાઈઝનો સમય ચાલતો રહે તો સંબંધમાં પણ ફ્રેશનેસ અને મજબૂતાઈ જળવાઈ રહે છે. બંને નવીનવી એક્સાઈટમેન્ટ્સથી ભરપૂર એક્વિટીમાં ઈન્વોલ્વ થાઓ, નવીનવી જગ્યાએ ફરવા જાઓ, રોમાંચક સફરની મજા માણો, લોંગ ડ્રાઈવ પર જાઓ, એકબીજાને ખાણીપીણી, ફરવા, હસવા, મસ્તી કરવા અને સમજવાના નવાનવા ઓપ્શન આપો. સંબંધમાં ક્યારેય ઉદાસીનતાને જગ્યા ન આપો. જીવનને નવાનવા સરપ્રાઈઝથી સજાવીને રાખો.

માત્ર પ્રેમ પૂરતો નથી : આપણે જીવનમાં દરેક પ્રકારના કમિટમેન્ટ માટે પૂરો સમય આપીએ છીએ, ટ્રેનિંગ લઈએ છીએ, જે રીતે ખેલાડી રમતની ટિપ્સ શીખે છે, વકીલ પુસ્તક વાંચે છે, આર્ટિસ્ટ વર્કશોપ્સ કરે છે તે જ રીતે લગ્નને સફળ બનાવવા માટે આપણે કંઈક ને કંઈક નવું શીખવા અને કરવા માટે તૈયાર રહેવું જેાઈએ. માત્ર સાથીને પ્રેમ કરવો પૂરતો નથી. તે પ્રેમનો અહેસાસ કરાવવો અને તેના લીધે મળતી ખુશીને સેલિબ્રેટ કરવી જરૂરી છે. સાયન્ટિફિક દષ્ટિથી જેાઈએ તો આ પ્રકારના નવાનવા અનુભવ શરીરમાં ડોપામાઈન સિસ્ટમને એક્ટિવેટ કરે છે, જેથી તમારું મગજ લગ્નના શરૂઆતના વર્ષમાં અનુભવાતી રોમેન્ટિક ક્ષણોને જીવવાનો પ્રયાસ કરે છે. એકબીજાને સકારાત્મક વાતો કહેવી, પ્રશંસા કરવી અને સાથે રહેવું તમારા બંનેના સંબંધને વધારે મજબૂત બનાવે છે.

– ગરિમા

વધુ વાંચવા કિલક કરો....